વિજ્ઞાનની વિવિધ શાખાઓ - [Different Science Streams]


વિજ્ઞાન વિષયની ઘણી બધી શાખાઓ છે. જેમાં વિવિધતા છે. આ પોસ્ટમાં વિજ્ઞાનની બધી શાખાઓના નામ ને એકત્ર કરવાનો પ્રયાશ કરવામાં આવ્યો છે. બની શકે કે આમાં કોઈ નામ બાકી રહી ગયું હોય. જો તમને કોઈ નામ ધ્યાનમાં આવે કે જે બાકી રહી ગયેલું છે તો comment માં જણાવવા વિનંતી.

  • Actinobiology : અંગો પર કિરણોત્સર્ગનો અભ્યાસ
  • Aerobiology : હવામાં રહેલા સ્પોર અને અંગોનો અભ્યાસ
  • Aeronautics : ઉડ્ડયનશાસ્ત્ર
  • Agriculture : કૃષિશાસ્ત્ર
  • Agrobiology : ખેતજૈવિક વિજ્ઞાન, જેમા વનસ્પતિ જીવન તથા વનસ્પતિ પોષણ અંગે માહિતિ હોય છે.
  • $ads={1}
  • Agrology : આદિમાનવોનાં રિત-રિવાજોનો અભ્યાસ
  • Agronomy : ખેતી વિજ્ઞાન
  • Agrostology : જેમાં ઘાસના વિવિધ પ્રકારનો અભ્યાસ થાય છે.
  • Alchemy : આ રસાયણવિજ્ઞાનની શાખા છે.
  • Anatomy : શરીરબંધારણશાસ્ત્ર
  • Anthropology : માનવ અને માનવજાતિનો અભ્યાસ
  • Apiculture : મધમાખી વિજ્ઞાન
  • Arboriculture : મુલ્યવાન વૃક્ષો તેમજ શાકભાજી ઉછેરનો અભ્યાસ
  • Archaeology : પુરાતત્ત્વ વિજ્ઞાન
  • Astrology : જ્યોતિષ વિજ્ઞાન
  • Astronautics : અંતરિક્ષયાન વિજ્ઞાન
  • Astronomy : ખગોળશાસ્ત્ર
  • Bacteriology : બેકટેરિયા અંગેનો અભ્યાસ
  • Biochemistry : જીવરસાયણશાસ્ત્ર
  • Bioenergetics : જીવિત કોષ દ્વારા શક્તિનાં રૂપાંતરો અંગેનો અભ્યાસ
  • Biology : જીવવિજ્ઞાન
  • Biomedical Engineering : કૃત્રિમ રીતે માનવીનાં અંગોના ઉત્પાદન અંગેનો અભ્યાસ
  • Biometry : જીવગણિતીય વિજ્ઞાન
  • Bionics : જૈવ તાંત્રિક વિજ્ઞાન, જેમાં જંતુઓની ચેતાતંત્રનો અભ્યાસ થાય છે
  • Bionomics : જીવવ્યવસ્થા વિજ્ઞાન, જેમાં જીવજંતુ તેમજ વનસ્પતિનો વાતાવરણ સાથેના સંબંધને આધારે અભ્યાસ
  • Bionomy : જીવનના સિદ્ધાંતો વિશેના વિજ્ઞાનની શાખા
  • Biophysics : જીવવિજ્ઞાનને સમજાવવા માટે ભૌતિકવિજ્ઞાનના નિયમો અંગેનો અભ્યાસ
  • Biostatistics or Biometrics : જીવવિજ્ઞાનના ‘ડેટા’ ને સમજાવવા માટે આંકડાશાસ્ત્રના ઉપયોગ અંગેનો અભ્યાસ
  • Biotechnology : જીવિત અંગોની ઉપયોગિતા અંગેનો અભ્યાસ
  • Botany : વનસ્પતિશાસ્ત્ર
  • Carcinology : કેન્સર અંગેનો અભ્યાસ
  • Cellbiology : કોષો અને અંગોનાં બંધારણ, કાર્ય તથા ઉત્પતિ અંગેનો અભ્યાસ
  • Ceramics : મૂર્તિવિજ્ઞાન
  • Chemistry : રસાયણશાસ્ત્ર
  • Chemotaxonomy : વિવિધ છોડોમાં રહેલાં રસાયણો વચ્ચેનો આંતરિક સંબંધો તેમજ તેના વર્ગીકરણનો અભ્યાસ
  • Chemotherapy : રાસાયણિક પદાર્થોનો પ્રયોગ કરી વિવિધ રોગોમાં તેનો ઉપચાર તરીકેનો ઉપયોગ કરવાનું વિજ્ઞાન
  • Chronobiology : જેમાં જીવનના સમયગાળા વિશેનો અભ્યાસ થાય છે
  • Chronology : જેમાં ઐતિહાસિક ઘટનાનો સમય નક્કી કરવા વિશેની માહિતી મળે છે
  • Cosmology : બ્રહ્માંડ અથવા તો અંતરિક્ષનો અભ્યાસ
  • Criminology : જેમાં ગુનેગાર તેમજ ગુનાનો અભ્યાસ થાય છે
  • Cryobiology : ખૂબ જ નીચા તાપમાને જીવોનો અભ્યાસ
  • Cryogenics : જેમાં અત્યંત નિમ્ન કક્ષાના તાપ અંગેની માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે
  • $ads={2}
  • Cryosurgery : જે તબિબિ વિભાગની આધુનિક પદ્ધતિ છે. જેમાં વધારે પડતી ઠંડીમાં રોગયુક્ત પેશી નાશ કરવામાં આવે છે
  • Cryptography : જેમાં ગૂઢ લેખન સંબંધી જ્ઞાનનો અભ્યાસ થાય છે
  • Crystallography : ક્રિસ્ટલ વિજ્ઞાન
  • Cytology : કોષના બંધારણ અંગેનો વિગતવાર અભ્યાસ
  • Dactyliology : ઇશારા વિજ્ઞાન
  • Dactylography : આંગળી છાપ વિજ્ઞાન
  • Dairy Technology : દૂધમાંથી બનાવવામાં આવતી વસ્તુમાં વિજ્ઞાનનો ઉપયોગ
  • Dendrochronology : છોડના લાકડાના વય અંગેનો અભ્યાસ
  • Ecology : પર્યાવરણવિજ્ઞાન-પ્રકૃતિવિજ્ઞાન
  • Embryology : ગર્ભની વૃદ્ધિ અને વિકાસ અંગેનો અભ્યાસ
  • Endocrinology : એન્ડોક્રાઈન ગ્રંથી અને તેમાં સ્રાવ થતા આંત:સ્રાવો અને તેની ક્રિયાઓ અંગેનો અભ્યાસ
  • Entomology : જીવાણુઓનું વર્ગીકરણ, બંધારણ તેમજ આદતો અંગેનો અભ્યાસ
  • Enzymology : ઉત્સેચકો અંગેનો અભ્યાસ
  • Epidemiology : દર્દો-રોગોની ઉત્પતિ તેમજ પ્રસરણ અંગેનો અભ્યાસ
  • Ethology : પ્રાણીવર્તનવિજ્ઞાન
  • Eugenics : સુપ્રજનનશાસ્ત્ર
  • Evolution : ઉત્ક્રાંતિ અંગેનો અભ્યાસ
  • Exobiology : અંતરિક્ષમાં જીવો અંગેનો અભ્યાસ
  • Food Technology : ખાદ્યવસ્તુને બનાવવી તેમજ તેની જાળવણી અંગેનો અભ્યાસ
  • Forensic Science :દીવાની તેમજ ગુનાહિતના નિયમોનો વૈજ્ઞાનિક રીતે થતા અભ્યાસ
  • Genecology : ઉત્પતિશાસ્ત્ર
  • Genetic Engineering : આનુવંશિક એંજિનિયરિંગ
  • Genetics : ઉત્પતિશાસ્ત્ર
  • Geobiology : ભૂ-જીવવિજ્ઞાન
  • Geobotany : ભૂ-વનસ્પતિશાસ્ત્ર
  • Geography : ભૂગોળ
  • Geology : ભૂગર્ભવિજ્ઞાન
  • Geomorphology : ભૂ-આકાર વિજ્ઞાન
  • Geophysics : ભૂ-ભૌતિક વિજ્ઞાન
  • Gerontology : જેમાં વૃદ્ધ અવસ્થા અને તેમાં થતા રોગો અંગેનો અભ્યાસ થાય છે
  • Gynaecology : સ્ત્રીરોગ વિજ્ઞાન
  • Heliotheraphy : સૂર્ય ચિકિત્સા વિજ્ઞાન
  • Histology : જીવંત એકમનો અભ્યાસ
  • Holography : જેમાં લેસર કિરણો દ્વારા ત્રિપરિમાણીય ચિત્રો બનાવવા અંગેનો અભ્યાસ કરવામાં આવે છે
  • Homeopathy : હોમિયોપેથી જેમાં વિવિધ રોગોનો અભ્યાસ કરવામાં આવે છે
  • Horology : ઘડિયાલશાસ્ત્ર
  • Horticulture : બાગાયતશાસ્ત્ર
  • Hydrography : જેમાં પૃથ્વી પરના જલસ્તરનું માપન કરવામાં આવે છે
  • Hydrology : જળવિજ્ઞાન
  • Hydropathy : જલચિકિત્સાશાસ્ત્ર
  • Hydrophonics : જલધ્વનિશાસ્ત્ર
  • Hygiene : આરોગ્યવિજ્ઞાન
  • Iconology : મૂર્તિશાસ્ત્ર
  • Immunology : રોગપ્રતિકારક શક્તિ
  • Karyology : ન્યૂક્લિયસનો અભ્યાસ
  • Mammography : જેમાં રેડિયોગ્રાફી દ્વારા સ્તન કેન્સરનો અભ્યાસ કરવામાં આવે છે
  • Metallography : ધાતુવિજ્ઞાન
  • Meteorology : હવામાનશાસ્ત્ર
  • Metrology : માપવિજ્ઞાન
  • Microbiology : સૂક્ષ્મજીવાણુવિજ્ઞાન
  • Mollicular Biology : આણ્વિક રીતે જીવક્રિયાનો અભ્યાસ
  • Morphogenesis : અંગોમાં થતા વિવિધ ફેરફારો તેમજ બંધારણ અંગેનો અભ્યાસ
  • Morphology : વિવિધ અંગોના બંધારણ અને તેની ઉત્પતિઅંગેનો અભ્યાસ
  • Mycology : ફુગ અંગેનો અભ્યાસ
  • Naturopathy : પ્રાકૃતિક ઉપચારશાસ્ત્ર
  • Neontology : આધુનિક-અત્યારનાં અંગોના જીવન અંગેનો અભ્યાસ
  • Neurology : જ્ઞાનતંતુશાસ્ત્ર
  • Nosology : રોગોના વર્ગીકરણ અંગેનો અભ્યાસ
  • Nuclear Science : જેમાં પરમાણુની રચના, પ્રકૃતિ અને તેમની ક્રિયાઓ અંગેનો અભ્યાસ થાય છે
  • Oceanography : સામુદ્રિક વિજ્ઞાન
  • Odontology : દાંત વિજ્ઞાન
  • Ontology : અંગોના ઈતિહાસમાં વિવિધ પ્રકારના થતા ફેરફાર અંગેનો અભ્યાસ
  • Optics : પ્રકાશવિજ્ઞાન
  • Ornithology : પક્ષીશાસ્ત્ર, પક્ષીઓ અંગેનો અભ્યાસ
  • Orthopaedics : અસ્થિવિજ્ઞાન, હાડકાં અને તેને લગતી બીમારીઓનું વિજ્ઞાન
  • Osteology : હાડકાશાસ્ત્ર
  • Paediatrics : બાળરોગવિજ્ઞાન
  • Palaeo botany : વિશિષ્ટ પ્રકારનાં છોડ અંગેનો અભ્યાસ
  • Palaeontology : વિશિષ્ટ પ્રકારનાં અંગો, અસ્મિઓ અંગેનો અભ્યાસ
  • Parasitology : પરોપજીવી અંગેનો અભ્યાસ
  • Pathology : જેમાં રોગોનાં કારણો અંગેનો અભ્યાસ થાય છે
  • Pathology : વિકૃતિવિજ્ઞાન
  • Pharmacology : ઔષધવિજ્ઞાન
  • Phonetics : વાણીશાસ્ત્ર
  • Photobiology : પ્રકાશ જીવશાસ્ત્ર
  • Phthisiology : જેમાં ટીબીના રોગનો અભ્યાસ કરવામાં આવે છે
  • Phycology : લીલનો અભ્યાસ
  • Phylogeny : ખાસ પ્રકારનાં અંગોના સમૂહનો ઈતિહાસ તેમજ ઉત્ક્રાંતિ અંગેનો અભ્યાસ
  • Physics : ભૌતિકશાસ્ત્ર
  • Physiography : ભૌતિક ભૂગોળશાસ્ત્ર
  • Physiology : જીવશાસ્ત્ર
  • Phytogeny : છોડ વિકાસ શાસ્ત્ર
  • Pisciculture : મત્સ્ય વિજ્ઞાન
  • Pomology : ફળ-કૃષિવિજ્ઞાન
  • Poultry : મરઘા વિજ્ઞાન
  • Psychology : માનસશાસ્ત્ર
  • Radiobiology : કિરણોત્સર્ગની જીવો પર થતી અસર અંગેનો અભ્યાસ
  • Radiology : કિરણોત્સર્ગશાસ્ત્ર
  • Rheology : વિકૃતવિજ્ઞાન
  • Seismology : ભૂકંપશાસ્ત્ર
  • Selenology : ચંદ્ર વિજ્ઞાન
  • Sericulture : રેશમશાસ્ત્ર
  • Sociology : સમાજશાસ્ત્ર
  • Soil science : જમીનના બંધારણને લગતો અભ્યાસ
  • Speciology : અંગોના નાના નાના ભાગોનો અભ્યાસ
  • Spectroscopy : સ્પેક્ટ્રમ વિજ્ઞાન
  • Taxonomy : એવા અંગોનો અભ્યાસ જેનું વર્ગીકરણ તેઓને ફરીવાર કરીને બનાવી શકાય અને તેમાં જોવા મળતા તફાવતો
  • Telepathy : ટેલીપેથી
  • Tissue culture : પેશી શાસ્ત્ર
  • Toxicology : ઔષધ દ્વારા થતી ઝેરી અસરો તેમજ નુકસાન કરતાં સંયોજનો અંગેનો અભ્યાસ
  • Urology : જેમાં મૂત્ર અને કિડની સંબંધી અભ્યાસ કરવામાં આવે છે
  • Virology : વિવિધ પ્રકારના વાયરસ –ચેપીસૂક્ષ્મ જીવાણુ તેમજ વિકૃતિ માટે તેમની અસરો અંગેનો અભ્યાસ
  • Zoology : પ્રાણીશાસ્ત્ર, પ્રાણીવિજ્ઞાન

Post a Comment

Previous Post Next Post