એન્ટાર્કટિકા થી તૂટ્યો ન્યૂયોર્ક અને નવી દિલ્હીથી પણ મોટો આઇસબર્ગ, ટેન્શનમાં વૈજ્ઞાનિકો


એન્ટાર્કટિકા પૃથ્વીના દક્ષીણ ભાગમાં આવેલો છે. આ વિસ્તાર બરફથી ઢંકાયેલો છે. અહીં મોટા-મોટા બરફના પહાડો છે. આજે વૈજ્ઞાનિકો ચિંતિત છે કેમ કે અહીં એક ખૂબ જ મોટો હિમખંડ તૂટીને અલગ થઈ ગયો છે. જે 4320 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ હિમખંડ દિલ્હી કરતાં ત્રણ ગણો મોટો છે. આ દુનિયાનો સૌથી મોટો આઇસબર્ગ છે. આ હિમખંડને A-76 નામ આપવામાં આવ્યું છે. માણસો દ્વારા પ્રકૃતિ સાથે છેડછાડ કરવાથી જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, A-76 તેનું જ પરિણામ છે.

સૌથી પહેલા યુરોપિયન સ્પેસ એજન્સીના સેટેલાઈટએ આ આઇસબર્ગ જોયો હતો. આ આઇસબર્ગ એન્ટાર્કટિકાના સમુદ્રમાં સ્થિત રૉન આઇસસેલ્ફથી તૂટ્યો છે અને અત્યારે તે વેડેલ સમુદ્રમા તરી રહ્યો છે. આ 170 કિલોમીટર લાંબો અને 25 કિલોમીટર પહોળો છે. આ અમેરિકાના ન્યૂયોર્કથી પણ મોટી સાઈઝનો છે. યુરોપિયન સ્પેસ એજન્સીના જણાવ્યા પ્રમાણે પૃથ્વીના આ ભાગમાં સમુદ્રના પાણીનું તાપમાન વધતું જઈ રહ્યું છે. આની અસર એન્ટાર્કટિકાના પશ્ચિમ વિસ્તારમાં થઈ રહી છે.

પહેલા પણ અહીં આઇસબર્ગ તૂટયા છે.

ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે આઇસબર્ગ તૂટવું એ પ્રાકૃતિક વાત છે. સમયે-સમયે બરફના બનેલા મોટા મોટા આઇસબર્ગ ટૂટતા રહે છે. પણ ઘણા વૈજ્ઞાનિકો આ ઘટનાને ગ્લોબલ વોર્મિંગનું પરિણામ બતાવે છે. બ્રિટિશ એન્ટાર્કટિક સર્વેના ગ્લેશિયોલોજીસ્ટ એલેક્સ બ્રિસબોર્ન કહે છે કે A-76ની ઉપર દેખાય રહી હોરિજોન્ટલ લાઇન્સ, તેના પર પડેલા દબાવને દર્શાવી રહી છે. આ દબાવને કારણે આઇસબર્ગ એન્ટાર્કટિકાથી તૂટી અલગ થઈ ગયો છે.

યુરોપિયન સ્પેસ એજન્સીના સાઇન્ટીસ્ટ માર્ક ડ્રીંકવાટરએ કહ્યું કે રૉન આઇસસેલ્ફથી 1986માં 11000 વર્ગ કિલોમીટરનો આઇસબર્ગ અલગ થયો હતો. પછી 1998, 2000 અને 2015માં પણ આઇસબર્ગ અહીંથી તૂટ્યા છે. તૂટેલો આઇસબર્ગ નુકસાન પહોંચાડશે કે નહીં તે તેની સમુદ્ર યાત્રા પર નિર્ભર કરે છે.

એન્ટાર્કટિકાની આઈસ શીટ બાકી ગ્રહની તુલનામાં અધિક ઝડપથી ગરમ થઈ રહી છે. આ કારણે બરફ ઓગળી રહ્યો છે ખાસ કરી વેડલ સમુદ્રની આસપાસના વિસ્તારોમાં. જેવું ગ્લેશિયર નબળું પડે છે, બરફના મોટા-મોટા ટુકડાઓ તૂટી જાય છે અને સમુદ્રમાં તરતા રહે છે. તે કોઈ જમીન સાથે અથડાઈ કે તૂટી ના જાય ત્યાં સુધી તે તરતાં રહે છે.

1880 પછી 9 ઇંચ સમુદ્રની સપાટી વધી ગઈ છે.

ગયા વર્ષે એક આઇસબર્ગ એન્ટાર્કટિકાથી તૂટી અલગ થઈ ગયો હતો. તેનું નામ A-68A હતું. તે એ સમયનો સૌથી મોટો આઇસબર્ગ હતો જે એન્ટાર્કટિકાથી તૂટ્યો હતો. વૈજ્ઞાનિકોને ડર હતો કે આ આઇસબર્ગ સાઉથ જોર્જિયા આઇલેન્ડના એક ટાપુ સાથે અથડાઈ જશે અને ત્યાં રહેતા પૅન્ગ્વિન નાશ થઈ જશે. પરંતુ આઇસબર્ગ પોતાની રીતે જ કટકાઓમાં તૂટી ગયો.

આ મહિના(મે-2021)ની શરૂઆતમાં નેચરમાં પ્રકાશિત એક અધ્યયન પ્રમાણે 1880 પછી સમુદ્રનું સરેરાશ સ્તર લગભગ 9 ઈંચ વધી ગયું છે. આ વૃદ્ધિના લગભગ 1/4 ભાગનું કારણ ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાના બરફના પહાડો અને ગલેશિયારોનું ઓગડવું છે. એન્ટાર્કટિકામાં એટલો બરફ હાજર છે કે તે જો પીગળી જાય તો. સમુદ્રના પાણીનું સ્તર 200 ફૂટ જેટલું વધી શકે છે.

Post a Comment

Previous Post Next Post