
NCERT અભ્યાસકમ ના આધારે ગણિત અને વિજ્ઞાન વિષયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. SSA ગુજરાત અને IIM-Ahmedabad દ્વાર પ્રથમ વખત શિક્ષકોની ઓનલાઇન તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ટેકનોલોજીના માધ્યમ દ્વારા શિક્ષકોને શિક્ષણ પોતાની અનુકુળતાએ પ્રાપ્ત થાય તે વાતને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના ધોરણ 6 થી 8 ના ગણિત અને વિજ્ઞાનના વિષય શિક્ષકો ને જોડવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં શિક્ષકો બે ગ્રુપ માં વિભાજીત હશે. ગ્રુપ A ના શિક્ષકોનો ટીચર કોડે "SA" થી શરૂ થશે અને ગ્રુપ B નો "SB" થી શરૂ થશે. ગ્રુપ A ની તાલીમ તારીખ 20-5-2018 (સંભવિત) થી શરૂ થશે ગ્રુપ બી ની તાલીમ ઓગસ્ટ મહિનામાં (સંભવિત) શરૂ કરવામાં આવશે. જેની વિગત વેબસાઇટ પર મુકવામાં આવશે અને ઇમેલ તથા SMS દ્વારા જાણ કરવામાં આવશે.
إرسال تعليق