શરીરના બધા અંગોમાં શ્રેષ્ઠ અંગ છે આંખ. ઘણી વખત બાળકોને આખને લગતી સમસ્યા ઝડપથી ધ્યાનમાં આવતી નથી. જો બાળકને નીચે આપેલી સમસ્યા જેવુ લક્ષણ દેખાય તો તેની આંખની તપાસ કરાવશો.
- આંખઝીણી કરે.
- ત્રાંસી આંખ લાગે.
- વસ્તુ નજીકથી પકડે.
- માથુ ઢળતું રાખીને જુએ.
- આંખ લાલ થઈ જવી.
- વારંવાર આંજણી થવી.
- વાંચવામાં તકલીફ પડવી.
- સ્કૂલથી આવીને પછી માથું દુઃખી જવું.
- આંખ ખૂબ જ ચોળે.
- ઘણાં રોગને માટે કોઈ જ કમ્પ્લેઈન નથી હોતી.
- રોગનું વહેલું નિદાન અંધાપો રોકવા ખૂબ જ જરૂરી છે.
- આંખના ઘણું રોગમાં દષ્ટિબગડતી અટકાવી શકાય છે, પરંતુ ગયેલી દષ્ટિ પાછી નથી આવતી.
- બાળકમાં જયારે નીચેનાં ચિહ્ધો નજરે પડે ત્યારે ડોક્ટરને અવશ્ય બતાવવું.
- આંખમાંથી પાણી પડવું.
- આંખ ત્રાંસી લાગવી.
- આંખ લાલ થઈ જવી.
- આંખની કીકીમાં ફુલુ દેખાવું.
- વસ્તુ ન પકડી શકે અથવા ખૂબ નજીકથી પકડે.
- આંખ વારંવાર ચોળવી.
- આંખ વધુ બ્લીંક થવી.
- માથુ વાળીને જોવું.
- બ્લેક બોર્ડ પર અક્ષરો ન દેખાવા.
- વારંવાર આંજણી થવી.
- સાંજના આંખ થાકી જવી.
- સાંજે માથું દુઃખી જવું.
- ચક્કર આવી જવા.
- માથું સતત દુખ્યા કરવું.
- વાંચવામાં તકલીફ થવી.
- ભ્રમરો ઊંચી કરીને જોવું પડે.
- આંખ ઝીણી કરીને જોવું પડે.
ઉપરની તકલીફો ન હોય તો પણ આંખની તકલીફ હોઈ શકે, જેમ કે એક આંખમાં નંબર હોય અને બીજીમાં ન હોય તો તે સંજોગોમાં અઢી વર્ષની ઉંમર પહેલાં જ નંબર આપવો ખૂબ જ જરૂરી છે. કોઈ પણ ઉંમરનાં બાળકોનાં નંબર શોધી શકાય છે. તેમાં બાળકનાં સહકારની જરૂર નથી, સાધનો દ્વારા તે શોધી શકાય છે.
બાળકોમાં થતાં સામાન્ય રોગો :- બંને આંખમાં વધુ ચશ્માનાં નંબર.
- એક આંખમાં વધુ ચશ્માનાં નંબર.
- મોતીયો
- ત્રાંસી આંખ
- ઝામર
- પડદાનો રોગ
- નાસૂર
- એલર્જી
Post a Comment