- એરકન્ડીશનમાં રહેવાથી આંખ સૂકી થઈ શકે, જેથી બળતરા થાય ત્યારે લુબ્રિકેટીંગ ડ્રોપ્સ નાખવા.
- કમ્પ્યુટર સામે લાંબા સમય સુધી કાર્ય કરવાથી આંખ ડાય થઈ શકે, ત્યારે લુબ્રિકેટીંગ ટીપાં નાખવા.
- પોલ્યુટેડ વાતાવરણમાં લેન્સ ખરાબ થાય તો સાફ કરી, ઉકાળીને ફરી પહેરવા. યુવતીઓ કોન્ટ્રાસેપ્ટિવ્સની ટેબ્લેટ લેતી હોય તો લેન્સ સહન ના કરી શકે એવું બને તો લેન્સ પહેરવા બંધ કરવા.
- દારૂનું સેવન કરનારને લેન્સથી તકલીફ થઈ શકે.
- વારંવાર આંખ મીચકારવાનું યાદ (Blinking) રાખવું, લેન્સ પહેરનારનું આંખ પલકારવાનું ઘટી જાય છે.
- નિયમિત નખ કાપી નાખવા.
- ઓછી લાઈટમાં ઝાંખુ દેખાય.
- પ્રેગનન્સીમાં લેન્સથી આંખ લાલ થઈ જાય.
- લેન્સ કેરિયર કે બોટલ નિયમિત ડેટોલ સાબૂથી સાફ કરવા અને ઉકાળી દેવા. લેન્સ ઉપર ડાઘ પડવા કે તેની કિનારી ફાટી જવા માટે દર અઠવાડિયે તે તપાસી લેવા.
- લેન્સ પહેરતાં પહેલાં તે સોકીંગ સોલ્યુશન અથવા મીનરલ વોટરમાં બરાબર ધોઈ નાખવા જેથી ક્લીનીંગ સોલ્યુશન રહી ના જાય, રહી જાય તો આંખમાં તેની એલર્જી થઈ શકે કે બળતરા થઈ શકે.
- હંમેશા આંખનાં ડોક્ટર્સનાં ટેલિફોન અને મોબાઈલ નંબર હાથવગા રાખો, જેથી ઈમરજન્સીમાં જરૂર પડે તો તરત જ કોન્ટેફટ કરી શકાય.
- લેન્સ પહેરવાની અને કાઢવાની યોગ્ય રીત બરાબર શીખો, ખાસ કરીને કાઢવાની રીત બરાબર શીખી લેવાની જરૂર હોય છે.
- ક્લીનીંગ અને ડીસઈન્ફેક્ટન્ટ સોલ્યુશનનો તફાવત અને ઉપયોગ બરાબર જાણી લો. તે બંને બ્રાન્ડેડ અને તમારાં ડૉક્ટરની સલાહ મુજબ વાપરો.
- કોઈપણ વખત હાર્ડ લેન્સનું સોલ્યુશન સોફ્ટ લેન્સ માટે ના વાપરો.
- એક કેઈસમાં બે લેન્સ કોઈપણ વખત ભેગાં ન મૂકો, જો તે ચોંટી જશે તો ઉખાડવા મુશ્કેલ બનશે.
- જો લેન્સ સોલ્યુશન વગર સૂકા થઈ જાય (Dehydrate) તો તેને અડ્યા વગર સોલ્યુશનમાં રહેવા દેવા. તે ફરી હતાં તેવા થઈ જશે.
- મેઈક - અપ કરતાં પહેલાં લેન્સ પહેરવા, પછી જ મેઈક - અપ કરવા.
- તમારાં લેન્સનો પહેરવાનો મહત્તમ સમય જાણી લો. તેટલાં કલાકથી દિવસમાં વધારે ના પહેરો.
- લેન્સ પહેરીને સૂઈ ના જાવ. સૂવાથી તે આંખમાં ચૉટી જવાનો ભય રહે છે. જો તેવું થાય તો આંખમાં થોડું પાણી છાંટો, આંખ ભીની કરો અને થોડું પ્રેશર આપીને કાઢી લો.
- હંમેશા જમણી સાઈડનો લેન્સ જમણી આંખમાં પહેરો અને ડાબી સાઈડનો લેન્સ ડાબી આંખમાં, તે વ્યવસ્થિત નંબરનો હોય તે જરૂરી છે.
- લેન્સ પહેર્યા પછી ડ્રાઈવિંગમા શરૂઆતમાં ધ્યાન રાખો, કારણ કે શરૂઆતમાં બે વાહનો વચ્ચેનાં અંતરનાં જજમેન્ટમાં ફરક પડી જાય છે.
લેન્સની ઉંમર પૂરી થયેલી ક્યારે ગણાય ?
- પ્રોટીન, સફેદ ડાઘ જામી જવા.
- કલર બદલાઈ જવો.
- કાટનાં ડાઘ પડી જવા.
- બોર્ડર ફાટી જવી.
- સરફેસ ઘસાઈ જવી.
- ફીટીંગ બદલાઈ જવું.
- નંબર બદલાઈ જવો એટલે કે ઝાંખુ દેખાવું.
ઉપરમાંથી કોઈપણ એક વસ્તુ દેખાય તો તે લેન્સ પહેરવાનો બંધ કરી દેવો.
મારા લેન્સનાં ફીટીંગમાં પ્રોબ્લેમ છે તે કેવી રીતે ખબર પડે ?
નીચેનામાંથી કોઈ એક મુશ્કેલી જણાય તો તમારાં કન્સલ્ટન્ટને જણાવો.
- આંખમાં લેન્સની મારજીન ઊંચી રહેવી અથવા વળી જવી.
- લેન્સ કીકી ઉપર સેન્ટરમાં ન રહે.
- દૃષ્ટિમાં વારંવાર ફેરફાર થવો, આંખનાં દરેક પલકારા પછી દષ્ટિ સુધરવી અને પછી બગડવી.
- આંખમાં દુઃખાવો કે બળતરા થવી.
- આંખ લાલ થવી.
- આંખમાં લેન્સ હોવાનું સતત લાગ્યા કરવું.
إرسال تعليق